આજે તારીખ ૦૧ને શનિવારના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે અમરેલી ખાતે એસ.ટી. બસપોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર ડિવાઇડર સામે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક વૃક્ષ માં કે નામ“ અભિયાનથી પ્રેરિત થઈને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી ગુજરાતના સંકલ્પ સાથે “હરિયાળી ક્રાંતિ” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન મહાદેવ રસ એન્ડ ફાસ્ટફૂડના સંચાલક મનીષભાઈ એમ. પંડ્‌યા તથા હરિઓમ પેંડાવાળાના સંચાલક અનિલભાઈ બાંભરોલીયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.આ ત્રિવિધ કાર્યક્રમમાં અમરેલી બસ પોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આયુર્વેદિક ઔષધી અને ડેકોરેટીવ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. સાથે જ ‘કેસરિયો વિજય ધ્વજ’ લહેરાવવામાં આવશે અને મહાદેવ રસ એન્ડ ફાસ્ટફૂડના નૂતન સોપાન નિમિત્તે આમંત્રિત મહાનુભાવોનો સન્માન સમારોહ પણ યોજાશે.
આ પ્રસંગે મુખ્ય ઉદ્‌ઘાટક તરીકે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કૌશિકભાઈ વેકરીયા હાજર રહેશે. ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, એ.પી.એમ.સી. અમરેલીના પૂર્વ ચેરમેન પી. પી. સોજીત્રા અને અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા સહિત જિલ્લા તેમજ શહેર ભાજપના હોદ્દેદારો અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.