જિલ્લા રોજગાર કચેરી અમરેલી તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે આઈટીઆઈ સાવરકુંડલા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈડ્ઢહ્લ ૈંહીંહિર્ટ્ઠૈંહટ્ઠઙ્મ ર્દ્ગીંિાજ અને ઝ્રિીઙ્ઘૈં છષ્ઠષ્ઠીજજ ય્ટ્ઠિદ્બીહ ન્ૈદ્બૈંઙ્ઘ માટે ટેકનિકલ તેમજ નોન-ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ધોરણ ૧૦, ૧૨, આઈટીઆઈ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ કુલ ૯૮ ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમાંમાંથી ૭૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું આઈટીઆઈ દ્વારા જણાવાયું છે.