ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તાલુકાના વિવિધ ગામોમાં આવેલા આશ્રમોની મુલાકાત લઈ સંત-મહાત્માઓના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે આદસંગ ગામે પ્રેમદાસબાપુ, બાઢડા ખાતે જ્યોતિ મૈયા, મોટા ભમોદ્રા ગામે મધુબાપુ, હિપાવડલીમાં જસુ બાપુ, વીરડી ખાતે ધનસુખનાથ બાપુ, નાના ઝીઝુડામાં સીતારામબાપુ, સાવરકુંડલામાં નિર્દોષાનંદ સરસ્વતીજી, હાથસણીમાં ભક્તિરામબાપુ તેમજ કાનાતળાવમાં ઉષા મૈયાના દર્શન કર્યા હતા. મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે અને ગુરુના આશીર્વાદથી જીવનમાં સદ્વિચાર, સંસ્કાર તેમજ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કાર્યક્રમ દરમિયાન સંગઠનના હોદેદારો, સ્થાનિક આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.