બગસરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાના યુવા એ.એસ.પી. જયવીર ગઢવી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સાત પોલીસ કર્મચારીઓને એ.એસ.પી. ના હસ્તે પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.સન્માનિત થનારા કર્મચારીઓમાં એ.એસ.આઈ. ભગવાનભાઈ ભીલ, એ.એસ.આઈ. પી.ડી. કલસરિયા, હેડ કોન્સ્ટેબલ ઉમેદ મહેતા, રવિદાનભાઇ ગઢવી, કપિલભાઈ તરસમિયા, સેજલબેન ગોંડલીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ કૈલાશબેન આદરોજાનો સમાવેશ થાય છે. એ.એસ.પી. ગઢવીએ આ તમામ કર્મચારીઓની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવીને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.આ કાર્યક્રમ પ્રસંગે બગસરાના પી.આઈ. તથા પી.એસ.આઈ. વી. કે. ગોલવેલકર દ્વારા એ.એસ.પી. જયવીર ગઢવીને મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.