સાવરકુંડલા સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવાયો. પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી તથા કોઠારી પૂજ્ય અક્ષર મુક્તદાસજી સ્વામીના સાન્નિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત ધૂન અને પ્રાર્થનાથી થઈ હતી. સંતોએ ગુરુમહિમા, સંસ્કાર, શિસ્ત અને માતા-પિતાની સેવાનું મહત્વ સમજાવતા પ્રેરણાદાયી આશીર્વચન આપ્યા હતા. ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ભક્તિમય ભજનો રજૂ કર્યા હતા. શાળાના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક ગુરુપૂજન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર ગુરુકુળ પરિવારના આયોજનથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.