રાજ્યમાં ભારે વરસાદને કારણે અમદાવાદ, સુરત, નવસારી, વાપી અને વલસાડ સહિતના વિસ્તારોમાં રહેણાંક મકાનો, દુકાનો અને ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થયું છે. આ અતિવૃષ્ટિ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો પાણીમાં ડૂબી જવાથી વાહનધારકોને ભારે આર્થિક ફટકો પડ્‌યો છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માંગ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે જે વાહનો સંપૂર્ણપણે ‘ટોટલ લોસ‘ થયા છે, તેવા માલિકો જો નવું વાહન ખરીદે તો તેમને ઇ્‌ર્ં ટેક્સમાં રાહત આપવા માટે ખાસ સહાય યોજના જાહેર કરવામાં આવે.આ ઉપરાંત વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં પણ તાત્કાલિક મદદ પૂરી પાડવાની અપીલ કરવામાં આવી છે.