અમદાવાદ શહેરમાં આજે વરસાદી માહોલ જાવા મળ્યો હતો.સવારથી તડકો અને છાયડા વચ્ચે બપોરે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ હતી. વરસાદની અસરને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે શાહીબાગ અંડરબ્રિજમાં એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતાં જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.દિલ્હી દરવાજાથી એરપોર્ટ તરફ જતા બ્રિજનો એક ભાગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો જેના કારણે વાહનચાલકોને વૈકÂલ્પક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બપોરે વરસાદ શરૂ થયો હતો શહેરના ગુજરાત હાઇકોર્ટ વિસ્તાર,સુભાષબ્રિજ, વાડજ ,નિર્ણયનગર ચાંદલોડિયા ,ગોતા , આશ્રમ રોડ અને પાલડી વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જયારે શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જાવા મળ્યો નરોડા,હંસપુરા ,કૃષ્ણનગર ,બાપુનગર , શાહીબાગ ,એરપોર્ટ રોડ અને દિલ્હી દરવાજા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને દિવસ દરમિયાન અંધારું વાતાવરણ સર્જાયું હતું.વરસાદને કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતાં