અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના નાગરિકો માટે લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી એટલે આવતીકાલથી લગ્ન નોંધણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ અરજદારો ઘરે બેઠા અરજી કરી શકશે અને જરૂરી દસ્તાવેજા અપલોડ કરી શકશે. એટલું જ નહીં, હવે લગ્ન પ્રમાણપત્ર વર-કન્યાના ફોટા સાથે ડિજિટલ સ્વરૂપે મળશે. નોંધનીય છે કે, નવી સિસ્ટમ લાગુ કરવાની કામગીરીને કારણે ૩૧ જુલાઈએ અમદાવાદમાં લગ્ન નોંધણીની તમામ કામગીરી બંધ રહેશે.એએમસી દ્વારા લગ્ન નોંધણી માટે નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે. અરજદારે એએમસીની સત્તાવાર વેબસાઇટ પર જઈને લગ્ન નોંધણીનું ટાસ્ક મુકવામાં આવશે. જેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન જરૂરી દસ્તાવેજા અપલોડ કરવાના રહેશે. સંબંધિત કચેરી દ્વારા દસ્તાવેજાની ચકાસણી થયા બાદ જા કોઈ વાંધો નહીં હોય તો અરજદાર પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમયનો સ્લોટ બુક કરી શકશે.ઓનલાઈન અરજી બાદ પણ અરજદારે સંપૂર્ણપણે કચેરી જવાનું ટળશે નહીં. બુક કરાયેલા સ્લોટ મુજબ પતિ-પત્નીએ સંબંધિત લગ્ન નોંધણી વોર્ડ ઓફિસમાં રૂબરૂ હાજર રહી લગ્ન નોંધણી રજિસ્ટરમાં સહી કરવાની રહેશે અને નિયત ફી ભરવાની રહેશે. ત્યારબાદ તરત જ ડિજિટલ સહી અને વર-કન્યાના ફોટા સાથેનું લગ્ન પ્રમાણપત્ર અરજદારના લોગિનમાં ઉપલબ્ધ થઈ જશે.નવી ઓનલાઈન વ્યવસ્થાથી અરજદારોને નીચેની સુવિધાઓ મળશેઃઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની સુવિધાજરૂરી દસ્તાવેજા ઓનલાઈન અપલોડ કરવાની સુવિધા અરજીની સ્થિતિ ઓનલાઈન ટ્રેક કરી શકાશે દસ્તાવેજ ચકાસણી બાદ પોતાની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરવાની સુવિધા ડિજિટલ સહી સાથે વર-કન્યાના ફોટાવાળું લગ્ન પ્રમાણપત્ર ઓફલાઈન નોંધણી સંપૂર્ણ બંધ અત્યાર સુધી અમદાવાદના ૪૮ વોર્ડની જન્મ-મરણ અને લગ્ન નોંધણી કચેરીઓમાં ઓફલાઈન લગ્ન નોંધણી થઈ શકતી હતી. પરંતુ ૧ ઓગસ્ટથી આ ઓફલાઈન વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. હવે તમામ અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. અમદાવાદ શહેરમાં દર વર્ષે ૩૫ હજારથી વધુ લગ્નોની નોંધણી થાય છે. નવી ડિજિટલ વ્યવસ્થા નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા આપવાના હેતુથી શરૂ કરવામાં આવી રહી છે. જાકે, અંતિમ પ્રક્રિયા માટે દંપતીએ એક વખત વોર્ડ ઓફિસમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. નવી વ્યવસ્થાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઓફલાઈન સેવા સંપૂર્ણ બંધ કરવાના નિર્ણય સામે કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે. ડિજિટલ પ્રક્રિયાથી અજાણ અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં અસમર્થ નાગરિકોને અરજી કરવા માટે એજન્ટ અથવા સાયબર કેફેનો સહારો લેવો પડી શકે છે, જેના કારણે તેમને વધારાનો ખર્ચ કરવો પડી શકે છે.










































