લીલીયાની ગુંદરણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અંડર-૧૪ વિભાગમાં ચક્રફેક સ્પર્ધામાં સૈયદ આર્યન નજુભાઈ પ્રથમ સ્થાને રહ્યા હતા. જ્યારે ૬૦૦ મીટર દોડમાં ભાભર રાકેશ વરસિંહભાઈએ પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બંને વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય પારૂલબેન સોજીત્રા, શાળા પરિવાર અને ગ્રામજનોએ અભિનંદન પાઠવી જિલ્લાકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.








































