અમરેલી રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીવન મુક્તેશ્વર મંદિરે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મહંત ઉદયભારથી બાપુનું હાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહંતને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન કમલેશભાઈ સોલંકી, નાથુભાઈ ધાધલ, એડવોકેટ સુનિલભાઈ રાજ્યગુરુ, કપિલભાઈ ઝીંઝુવાડીયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.









































