આયુષ્માન આરોગ્ય કેન્દ્ર, વાંકીયા ખાતે વિઝન ફોર વાઇલ્ડ લાઇફ પ્રોગ્રામ દ્વારા પરપ્રાંતિય શ્રમિક પરિવારની સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતાઓને ખજૂર, ગોળ અને સિંગ-દાળિયાની પૌષ્ટિક આહાર કિટ તથા નવજાત શિશુઓ માટે ઘોડિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વાડી વિસ્તારમાં રહેઠાણ દરમિયાન વન્યજીવો સાથે સહજીવિતા જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન દિલીપભાઈ પરીખે સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી શ્રમિક બહેનોને પોતાના આરોગ્યની યોગ્ય સંભાળ લેવા ભલામણ કરી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડા. સતાણીએ હાજરી આપી કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો. આ સમગ્ર આયોજન વિઝન ફોર વાઇલ્ડ લાઇફ પ્રોગ્રામ દ્વારા આયુષ્માન આરોગ્ય કેન્દ્ર વાંકીયાના સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.