મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. આર. એમ. જોશી, જિલ્લા મેલેરિયા અધિકારી ડા. એ. કે. સિંહ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડા. એસ. બી. સતાણીના માર્ગદર્શન હેઠળ વડેરા ગામ ખાતે વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ફેલાવો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોને બિનજરૂરી પાણીનો સંગ્રહ ન કરવા માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૧૨ જેટલા ખુલ્લા પાણીના ટાંકાઓમાં પોરાભક્ષક ગપ્પી માછલીઓ મૂકવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા માટે સ્થાનિક આરોગ્ય સ્ટાફ એસ. પી. રાણવા, કે. બી. દુધાત, ડી. જી. રાજ્યગુરુ, બિલ્કીસબેન ભટ્ટી અને કાજલબેન જાદવે ભારે જહેમત ઉઠાવી હતી.








































