છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત સિનિયર સિટીઝન્સ સોસાયટી, અમરેલીનો ભવ્ય દ્વિદશાબ્દી મહોત્સવ પ્રમુખ કાચાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ગાયત્રી સંસ્કારધામ ચલાલાના સંતશ્રી પૂજ્ય રતિદાદા અને એજ કેર ફેડરેશનના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં પ્રાર્થના નૃત્ય, વેલકમ ડાન્સ, નાટક, ગરબો, વ્યંગ કાવ્ય અને કરાઓકે ગીતો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સભ્યો દ્વારા રજૂ થયા હતા.મંત્રી સુરેશભાઈ ત્રિવેદીના સ્વાગત પ્રવચન બાદ મહેમાનોનું સન્માન અને સોવેનિયરનું વિમોચન કરાયું હતું. સાથે જ દંપતી જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર, વડીલો અને રમત-ગમતના વિજેતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય રતિદાદાના આશીર્વચન અને નટુભાઈ પટેલના પ્રાસંગિક વક્તવ્ય બાદ પ્રમુખે સંસ્થાના સ્થાપક સ્વ. ચંદ્રકાંત ત્રિવેદીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.








































