બાબરાના દરેડ ગામેથી એક યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે મેસુરભાઇ ઉર્ફે દિલીપભાઇ જસાભાઇ ગરૈયા (ઉ.વ. ૪૦)એ જાહેર કર્યા મુજબ, ક્રિષ્નાબેન કાળુભાઇ ગરૈયા (ઉ.વ. ૨૩) પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. સગાં-સંબંધીઓમાં તપાસ કરવા છતાં તેણીની કોઈ ભાળ મળી નહોતી.







































