રાજુલા એસટી ડેપો ઘણા સમયથી રામ ભરોસે ચાલતો હોય તેવું મુસાફરો માની રહ્યા છે. થોડા સમય પહેલા રાજુલાથી ઓખાની બસ અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે બંધ કરવામાં આવી હતી અને હજારો રૂપિયાની નુકસાની કરી હતી. આજે રાજુલાથી બપોરના ૧૨ઃ૦૦ કલાકે ઉપડતી રાજુલા-કૃષ્ણનગર જે પ્લેટફોર્મ પર ૧૧ઃ૪૫ એ લગાવવામાં આવેલી પરંતુ ૧૨.૪૫ મિનિટ સુધી આ ગાડી પ્લેટફોર્મ પર પડી રહી અને પેસેન્જરો હેરાન થયા ત્યારે અંતે કંડકટર વગર આ બસ રવાના કરવામાં આવી હતી. જ્યાં જ્યાં ડેપો આવે ત્યાં ડ્રાઇવરને કહેવામાં આવ્યું કે બુકિંગ કરી અને આગળ ચલાવી તો હવે પેસેન્જરો સમયે પહોંચશે કે કેમ તે જ મોટી વાત છે? આથી પેસેન્જરો પ્રશ્ન પૂછી રહ્યા છે કે, ડેપોમાં કોઈ જવાબદાર વ્યક્તિ છે કે કેમ, કોઈ અધિકારીઓ કેમ કંઈ જવાબ આપતા નથી? રાજુલાથી ઓખા, ભાવનગર, રાજકોટ બસ વારંવાર બંધ કરવામાં આવે છે ત્યારે આની પાછળનું મૂળભૂત કારણ શું તે પણ જાણવા મળતું નથી ! રાજુલાના અગ્રણીઓ કહી રહ્યા છે ત્યારે ધારાસભ્ય કેમ મૌન છે! રાજુલાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ વેપારી અગ્રણીઓ શા માટે મૌન છે તેવા પ્રશ્નો પણ ઉઠ્યા છે.









































