કોર્ટ મુદતે હાજર રહેતા ન હોય તેવાં વોરંટના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં રાજુલા ફોજદારી પરચુરણ અરજી નં-૫૫૯/૨૦૨૪ ના કામે સામાવાળા ગુણવંતભાઇ ઉર્ફે ગુણાભાઇ દુલાભાઇ રાઠોડ (ઉ.વ.૩૮, ધંધો. મજુરી, રહે. ભાક્ષી-૧, તા.રાજુલા, જી.અમરેલી) ભરણપોષણની રકમ આપવામાં કસુર કરી કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી તેમની વિરૂધ્ધ ૧૫૩ દિવસની સાદી સજાનું વોરંટ ઇશ્યુ થયેલ હતું.
આ સજા વોરંટના કામે નાસતા ફરતાં આરોપીને રાજુલા પોલીસ ટીમે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રાજુલા પોલીસની કડક કાર્યવાહીથી આરોપીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.







































