લાઠીના ઇંગોરાળા ગામે પાણીમાં ડૂબી જવાથી એક પ્રૌઢનું મોત થયું હતું. દેહુરભાઇ વશરામભાઇ જોગરાણા (ઉ.વ.૫૮)એ આપેલી માહિતી/જાહેરાત મુજબ, મનહરભાઇ ભીખાભાઇ પટેલ (ઉ.વ.૭૦) પાણીના વોકળામાં પડી જતાં, ડૂબી જવાથી એમનું મૃત્યુ થયું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. ડોડીયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































