બાબરા તાલુકાના ગળકોટડી ગામે આવેલ રામદેવપીર આશ્રમ ખાતે ૬૦ વર્ષ જૂની પરંપરા મુજબ મહંત મહેશનાથ બાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાનો પાવન ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે રામદેવપીરનો પાઢ યોજાયો હતો, જેમાં વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આશ્રમ પરિવાર અને ગામજનોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.








































