લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવાના આ કાર્યમાં સ્થાનિક લોકો અને સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, આશ્રમના સેવકગણ તેમજ લાયન્સ ક્લબના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. માત્ર ૩ કલાકના ટૂંકા સમયગાળામાં ૫૫ બોટલ રક્ત એકત્રિત થયું હતું. બ્લડ બેન્ક ઓફ સાવરકુંડલાના સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવી હતી.