સાવરકુંડલા સ્થિત માનવમંદિરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માનવમંદિરમાં આશ્રય લઈ રહેલી મનોદિવ્યાંગ દીકરીઓ તથા અન્ય નિરાધાર મનોદિવ્યાંગો સાથે ગુરુપૂજન, આરતી અને આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ગુરુવંદના કરી હતી. ભક્તોએ મનોદિવ્યાંગો સાથે સમય પસાર કરી લાગણીસભર સંવાદ પણ કર્યો હતો. માનવમંદિરના મહંત ભક્તિબાપુએ જણાવ્યું કે ગુરુપૂર્ણિમા જીવનમાં અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આગળ વધવાનો સંદેશ આપે છે. તેમણે જણાવ્યું કે માનવમંદિર વર્ષોથી રસ્તાઓ પર ભટકતા મનોદિવ્યાંગોને નિઃશુલ્ક આશ્રય, સારવાર અને સંભાળ પૂરી પાડી રહ્યું છે તેમજ તેમને આત્મવિશ્વાસ સાથે સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.









































