ગુજરાત હેન્ડબોલ એસોસિયેશન દ્વારા અમદાવાદમાં જુનિયર હેન્ડબોલ સ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજન ૧૮થી ૨૧ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ગજેરા કેમ્પસ –વિદ્યાસભાના DLSS ખેલાડીઓએ સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ફાઇનલ સુધીની સફર સફળ બનાવી રજત પદક મેળવ્યો હતો. જેમાં આ સંસ્થાના ૧) સોલંકી વિજય, ૨) બારૈયા રાહુલ, ૩) બાભરોલીયા નૈતિક, ૪) વેગડ અરૂણ, ૫) બલદાણીયા રાહુલ, ૬) લકુમ હાર્દિક, ૭)શિયાળ વિજય, ૮) બલદાણીયા આદિત્ય, ૯) મેણીયા હાર્દિક, ૧૦) ધાપા સાવન, ૧૧) રાઠોડ ઈશાન, ૧૨)બારૈયા વિશાલ, ૧૩)ગોહિલ પાર્થ, ૧૪)મોર્ય અંશ, ૧૫)ડાભી હાર્દિક, ૧૬) ચૌહાણ નવિને મેડલ જીતી અમરેલી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે ઉજાગર કર્યું છે. આ સિધ્ધ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ટીમ, કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા.