અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂએ રાજુલા નગરપાલિકાની ભાજપ શાસિત બોડી પર વિકાસના મુદ્દે આકરા આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે શહેરમાં ગંદકી, ખુલ્લી ગટર, તૂટેલા રસ્તા અને ગંદા પીવાના પાણી જેવી સમસ્યાઓથી લોકો પરેશાન છે. વેપારીઓને વરસાદી પાણી અને ગટરના કારણે નુકસાન થઈ રહ્યું હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વિકાસના કામોમાં પારદર્શિતાના અભાવ અને કરાર પ્રક્રિયા અંગે પણ તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા.