લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઘાયલ દિલ્હી પોલીસ કર્મચારીઓ વિશેના પ્રશ્ન પૂછવાથી દૂર રહ્યા. તેઓ પ્રશ્ન પૂછનાર પત્રકાર પર ગુસ્સે થયા અને પૂછ્યું, “શું તમે ભાજપમાંથી છો?” અને પછી ચાલ્યા ગયા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહેતી સાંભળી શકાય છે કે રાહુલ ગાંધી હંમેશા તેમના પર ભાજપનો હોવાનો આરોપ લગાવે છે અને પ્રશ્નોના જવાબ આપ્યા વિના જ ચાલ્યા જાય છે.
શુક્રવારે, કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારોએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઘાયલ પોલીસકર્મીઓના પરિવારોએ જણાવ્યું હતું કે ૨૦ જુલાઈથી, ફક્ત એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. આ સંપૂર્ણ સત્ય નથી. ઘટનાનો બીજા પક્ષ પણ બતાવવો જાઈએ.
કોકરોચ જનતા પાર્ટીએ ૨૦ જુલાઈએ સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. વિરોધીઓ સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા. જાકે, આ કૂચ માટે પોલીસ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. વિરોધીઓને રોકવા માટે પોલીસે બેરિકેડ ઉભા કર્યા હતા. ટોળાએ બેરિકેડ તોડી નાખ્યા. આ દરમિયાન, પોલીસે લાઠીચાર્જ કર્યો અને વિરોધીઓએ પથ્થરમારો કર્યો. વિરોધીઓ સાથેની અથડામણમાં પાંચ આઇપીએસ અધિકારીઓ સહિત ૧૮૦ પોલીસકર્મીઓ ઘાયલ થયા. ૬૦ વિરોધીઓ પણ ઘાયલ થયા.એક સબ-ઇન્સ્પેક્ટરના પુત્રએ કહ્યું કે તેના પિતા વિરોધ પ્રદર્શન દરમિયાન ઘાયલ થયા હતા અને હોÂસ્પટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમનો યુનિફોર્મ લોહીથી લાલ હતો. તેમણે તેમના બાળકને કહ્યું, “દીકરા, કંઈ વાગ્યું નથી, ઈજાઓ થઈ છે.” તેમને ચાર ટાંકા આવ્યા હોવા છતાં, સોશિયલ મીડિયા પર તેમને ગુનેગાર ગણાવવામાં આવી રહ્યા હતા. સીમા નામની એક મહિલાએ કહ્યું કે તેમના પતિ દિલ્હી પોલીસમાં એએસઆઇ છે. તેઓ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનમાં ફરજ પર હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, ભીડ હિંસક બની ગઈ, અને બદમાશો તેમાં જાડાયા. તેમણે પોલીસ દળ પર ફૂલના કુંડા, જૂતા અને પથ્થરોથી હુમલો કર્યો, જેમાં તેઓ ઘાયલ થયા. મહિલાએ કહ્યું, “મારા પતિને આપેલું હેલ્મેટ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. જા તેમને પથ્થર વાગ્યો હોત, તો તેઓ હવે જીવતા ન હોત.”