ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ એક્સ પર પોતાના બાયો અપડેટ કર્યો છે. તેમાં તેમણે ખુદને ભાજપના પ્રવક્તા ગણાવ્યા નથી. તેમણે પોતાની સંસ્કૃતિ અને વિચારધારાને ભારતીય ગણાવી છે. તેના બાયોમાં ભાજપનો ઉલ્લેખ નથી. આ સાથે તેણે ભાજપ છોડી દીધી તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. જાકે આ મુદ્દે હજુ ભાજપની પ્રતિક્રિયા સામે આવી નથી. પૂનાવાલા ૨૦૧૭મા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. તે સમયે તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં સવિચ હતા. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાના વિરોધમાં પૂનાવાલાએ કોંગ્રેસ છોડી દીધી હતી.શહેઝાદ પૂનાવાલા ટીવી ડિબેટમાં ભાજપનો ચર્ચિત ચહેરો હતો. તે દરરોજ ભાજપના પ્રવક્તાના રૂપમાં ટીવી ડિબેટમાં પાર્ટીનો પક્ષ રાખતા હતા. તેમણે પોતાના અપડેટેડ એક્સ બાયોમાં લખ્યું ‘ધર્મઃ ઇસ્લામ, સંસ્કૃતિઃ હિંદુ, વિચારધારાઃ ભારતીય. લેખક જીએસટીની યાત્રા, પીએમ મોદીનો આજીવન અનુયાયી. કેપ્શનમાં બસ એટલું લખ્યું છે, મારો અપડેટેડ બાયો.’
વર્ષ ૨૦૧૭મા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા તો પૂનાવાલાએ વિરોધ કર્યો હતો. તેમણે તે દિવસને કોંગ્રેસ માટે કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પાર્ટી ગાંધી વિરુદ્ધ એક નકલી ઉમેદવાર ઉભા કરી રહ્યાં છે. તે પહેલા પૂનાવાલાએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ દાંધીના પક્ષમાં સંગઠનાત્મક ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો.જાકે કોંગ્રેસે પૂનાવાલાના આરોપો નકારી દીધા હતા. આ વિવાદ એટલો વધ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂનાવાલાના આરોપોનો ઉલ્લેખ ગુજરાતના સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે ‘શહેઝાદ પૂનાવાલા નામના એક યુવકે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને ખોટી ગણાવી છે. આ ચૂંટણીમાં લોકતાંત્રિક મૂલ્યોને જાહેરમાં તારતાર કરવામાં આવ્યા.’પીએમ મોદીની રેલી બાદ પૂનાવાલાએ ટ્વીટર પર તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે- હું વંશવાદી રાજનીતિ વિરુદ્ધ મારી લડાઈ યથાવત રાખીશ. મને ચુપ કરાવવાના પ્રયાસથી ડરીશ નહીં. તેમણે લખ્યું હતું ‘સરદાર પટેલને વર્ષો સુધી તેમનો હક મળ્યો નહોતો. મેં આજે રાહુલ ગાંધીના કાર્યાલયથી સંપર્ક કરી મુલાકાત કરવાની વિનંતી કરી, જેથી હું તે ચૂંટણીમાં ગેરરીતિના પુરાવા આપી શકુ. પરંતુ તેમણે મારૂ અપમાન કર્યું, જેમ પટેલનું અમાન થશે હશે.’રાજનીતિના મેદાનની આ લડાઈની અસર પૂનાવાલા પરિવાર પર પણ પડી હતી. શહેઝાદ પૂનાવાલાના કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હાત તેના ભાઈ અને કોંગ્રેસ સમર્થક તહસીન પૂનાવાલાએ શહેઝાદ સાથે સંબંધો તોડી દીધા હતા. તહસીને આરોપ લગાવ્યો હતો કે શહેઝાદ પાર્ટીની આંતરિક લડાઈને રોડ પર લાવ્યા છે. તહસીનની પત્ની મોનિકા વાડ્રાએ પણ શહેઝાદ સાથે પોતાના બધા સંબંધ તોડવાની જાહેરાત કરી હતી. હકીકતમાં મોનિકા સંબંધમાં રાહુલ ગાંધીના બનેલી રોબર્ટ વાડ્રાની પિતરાઈ છે.







































