કરકરડૂમા કોર્ટે દિલ્હી રમખાણો દરમિયાન આઇબી અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય ચાર દોષિતોની સજા જાહેર કરી છે. કોર્ટે પાંચ દોષિતો, તાહિર હુસૈન, નઝીર, અસીમ, જાવેદ અને અનસને આજીવન કેદની સજા ફટકારી હતી. અંકિતની હત્યા ૨૦૨૦ માં ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન થઈ હતી. વધારાના સત્ર ન્યાયાધીશ પ્રવીણ સિંહે હુસૈનને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮, ૧૫૩એ, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૬૫ અને ૩૦૨ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. જાકે, તેને આઇપીસીની કલમ ૧૨૦બી અને ૧૨૯ હેઠળ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.તાહિર હુસૈન, નઝીર, અસીમ, જાવેદ અને અનસ સિવાય, આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાઇકોર્ટે હુસૈનની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસ દયાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર સાથે સંબંધિત છે. અંકિતના પિતાની ફરિયાદના આધારે હ્લૈંઇ નોંધવામાં આવી હતી, જેમણે રમખાણો દરમિયાન તેમનો પુત્ર ગુમ થયો ત્યારે ગુમ વ્યÂક્તનો રિપોર્ટ દાખલ કર્યો હતો. અંકિતનો મૃતદેહ બાદમાં નાળામાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ તેમને જીટીબી હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ, નાગરિકતા સુધારા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે થયેલી હિંસા બાદ, ઉત્તરપૂર્વ દિલ્હીમાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા ૫૩ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. જ્યારે અંકિત શર્મા આરોપીઓને શાંત કરવાનો અને કાયદો પોતાના હાથમાં ન લેવા વિનંતી કરી રહ્યા હતા, ત્યારે તેમને પકડી લેવામાં આવ્યા હતા અને હત્યા કર્યા પછી તેમના મૃતદેહને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
ફરિયાદીનો પુત્ર, અંકિત શર્મા, જે ઇન્ટેલિજન્સ બ્યુરોનો અધિકારી હતો, તે દિવસે સાંજે ૫ વાગ્યાની આસપાસ કરિયાણા અને ઘરગથ્થુ વસ્તુઓ ખરીદવા માટે ઘરેથી નીકળ્યો હતો. જાકે, તે ઘણા કલાકો પછી પણ ઘરે પાછો ફર્યો ન હતો. બાદમાં તેમનો મૃતદેહ ચાંદ બાગ પુલ પાસેના ગટરમાં પડેલો મળી આવ્યો હતો. તેમના માથા, ચહેરા, છાતી, પીઠ અને કમર પર તીક્ષ્ણ હથિયારોથી ઊંડા ઘા હતા. ફરિયાદીએ એફઆઇઆર નોંધાવી હતી, જેમાં તાહિર હુસૈન અને તેમના સાથીઓ પર તેમના પુત્રની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
અંકિતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર તીક્ષ્ણ હથિયારો અને જારશોરથી ૫૧ ઈજાઓ હોવાનું બહાર આવ્યું છે. માર્ચ ૨૦૨૩ માં, ટ્રાયલ કોર્ટે તાહિર હુસૈન, હસીન, નાઝીમ, કાસિમ, સમીર ખાન, અનસ, ફિરોઝ, જાવેદ, ગુલફામ, શોએબ આલમ અને મુન્તાઝીમ સામે આરોપો ઘડ્યા હતા. નાઝીમ પર આર્મ્સ એક્ટની કલમ ૨૫ હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
૨૦૨૦ માં નાગરિકતા સુધારા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસા બાદ, ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ ઉત્તરપૂર્વ દિલ્હીમાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા ૫૩ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. અંકિત શર્મા આરોપીઓને શાંત કરવાનો અને કાયદો પોતાના હાથમાં ન લેવા વિનંતી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી તેમને પકડી લેવામાં આવ્યા હતા અને તેની હત્યા કર્યા પછી, તેના શરીરને ગટરમાં ફેંકી દેવામાં આવ્યું હતું.તાહિર હુસૈને આમ આદમી પાર્ટીની ટિકિટ પર ૨૦૧૭ કાઉન્સિલરની ચૂંટણી જીતી હતી અને કાઉન્સિલર બન્યા હતા. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના અમરોહાના પૌરારા ગામના વતની છે. તાહિર પાંચ ભાઈઓમાં સૌથી મોટા છે. ૨૦૧૭ના ચૂંટણી સોગંદનામામાં તેમણે ૧૮ કરોડની સંપત્તિ જાહેર કરી હતી. ૨૦૨૦ના દિલ્હી રમખાણોમાં તાહિરનું નામ સામે આવ્યું હતું. રમખાણોમાં તેમનું નામ સામે આવ્યા બાદ, આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.