જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અમરેલીમાં વેપારીએ દુકાનમાં આવી રીતે ડોકિયાં કરશો નહીં તેમ કહેતા મૂઢ માર માર્યો હતો. બનાવ સંદર્ભે ચંદ્રેશભાઈ જયંતીલાલ સાંગાણી (ઉં.વ.૬૦) એ અમિતભાઈ મુકેશભાઈ બાંભરોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની માલિકીની દુકાન પર મહિલા ગ્રાહક આવ્યા હતા ત્યારે આ આરોપી તેમની દુકાનમાં ડોકિયાં કરતો હતો. જેથી તેમણે આરોપીને “આવી રીતે ડોકિયાં કરશો નહીં” તેમ કહેતા ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી, જમણા ગાલે ઝાપટ મારી, લોખંડનો પાઈપ લઈને ડાબા પગે, જમણા પગે તથા જમણા હાથમાં મારી મૂઢ ઈજા કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.