ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોડે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી. બંને દેશો વચ્ચેની ટેસ્ટ શ્રેણી ૧૫ ઓગસ્ટથી શરૂ થશે. શુભમન ગિલને ફરી એકવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે અનુભવી બેટ્સમેન કેએલ રાહુલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.ઋષભ પંત અને ધ્રુવ જુરેલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિકલનો પણ બેટિંગ ક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથાર ઓલરાઉન્ડર તરીકે ટીમનો ભાગ છે.બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી કે વોશિંગ્ટન સુંદર પ્રથમ ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ ન હતા અને તેથી તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.જસપ્રીત બુમરાહ ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. તેની સાથે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બ્રાર જાડાયા છે. જાકે, મ્ઝ્રઝ્રૈં એ સ્પષ્ટતા કરી છે કે સાઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી ફિટનેસ Âક્લયરન્સ પર આધારિત રહેશે.
ભારતે અફઘાનિસ્તાન સામે છેલ્લી ટેસ્ટ રમી હતી. તે ટીમની સરખામણીમાં, નીતિશ રેડ્ડી, હર્ષ દુબે અને વોશિંગ્ટન સુંદર વર્તમાન ટીમનો ભાગ નથી. રવિન્દ્ર જાડેજા અને બુમરાહ ટેસ્ટ ટીમમાં પાછા ફર્યા છે. જાકે, બુમરાહની ભાગીદારી હજુ પણ અનિશ્ચિત છે. વધુમાં, સરાંશ નવોદિત ખેલાડી છે. જાડેજાએ છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં બારસાપારા સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ રમી હતી. તે લાંબા સમય પછી પાછો ફરી રહ્યો છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે જાન્યુઆરીમાં હતી.કેપ્ટનઃ શુભમન ગિલ ઉપ-કેપ્ટનઃ કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન*, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ*, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, ગુરનુર બ્રાર, દેવદત્ત પડિકલ, સરાંશ જૈન.(*) સાઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહની પસંદગી ફિટનેસને આધીન છે, એટલે કે તેઓ સેન્ટર ઓફ એક્સેલન્સ (ર્ઝ્રંઈ) તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા પછી જ રમી શકશે.
મેચની તારીખો અને સ્થળો
પ્રથમ ટેસ્ટઃ ૧૫-૨૦ ઓગસ્ટ, ૨૦૨૬, ગેલ
બીજી ટેસ્ટઃ ૨૩-૨૭ ઓગસ્ટ, ૨૦૨૬, કોલંબો
તમારો પ્રતિભાવ વ્યક્ત કરો










































