ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં બીજા મોટો ફેરફાર જાવા મળી શકે છે. લાંબા સમયથી ટીમ ઇન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે સેવા આપી રહેલા ટી. દિલીપનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ રહ્યો છે. અહેવાલો બીસીસીઆઇએ તેમનો કરાર ન વધારવાનો નિર્ણય લીધો છે, જેના કારણે તેમનું પ્રસ્થાન લગભગ નિશ્ચિત થઈ ગયું છે. અગાઉ, સહાયક કોચ રાયન ટેન ડોસ્કેથે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ડેસ્કેથે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા છોડવાના પોતાના નિર્ણયની માહિતી બીસીસીઆઇને આપી હતી.બીસીસીઆઇ ટૂંક સમયમાં સહાયક કોચ અંગે મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે.ટી. દિલીપે ૨૦૨૧ માં ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, આર. શ્રીધરની જગ્યાએ. તે સમયે, તેઓ મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વ હેઠળના સપોર્ટ સ્ટાફનો ભાગ હતા. તેઓ બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથે પણ ટીમ સાથે સંકળાયેલા હતા.ક્રિકબઝના અહેવાલ મુજબ, દિલીપનો કાર્યકાળ શરૂઆતમાં મે ૨૦૨૫ સુધી સુનિશ્ચિત થયેલ હતો. જાકે, ગયા વર્ષે, બીસીસીઆઇએ તેમના કરારને અસ્થાયી રૂપે લંબાવ્યો હતો, ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે ગયા હતા. હવે, બોર્ડે તેમનો કરાર ન વધારવાનો નિર્ણય લીધો છે.
ટી. દિલીપના કાર્યકાળ દરમિયાન, ભારતીય ટીમના ફિલ્ડિંગમાં નોંધપાત્ર સુધારો જાવા મળ્યો. તેમણે ખેલાડીઓની ફિટનેસ, કેચિંગ અને ગ્રાઉન્ડ ફિલ્ડિંગના ધોરણોને સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ખેલાડીઓનું મનોબળ વધારવા માટે ફિલ્ડિંગ મેડલ જેવી પહેલ પણ શરૂ કરી, જેની ટીમમાં વ્યાપક પ્રશંસા થઈ. કે,બીસીસીઆઇએ હજુ સુધી ટી. દિલીપના પ્રસ્થાન કે તેમના સંભવિત અનુગામી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જાકે, તેમનો કરાર રિન્યુ ન થવાના સમાચાર બાદ, ટીમ ઈÂન્ડયાના સપોર્ટ સ્ટાફમાં ટૂંક સમયમાં એક નવો ફિલ્ડિંગ કોચ ઉમેરવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે. ભારતીય ટીમ હાલમાં રમતથી દૂર છે. ટીમ ઈન્ડિયા ૧૫ ઓગસ્ટથી શ્રીલંકામાં બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ કરશે.










































