અમરેલીમાં ત્રણ સ્થળેથી દેશી દારૂ બનાવવાનો ૫૫૦ લીટર આથો ઝડપાયો હતો. ચીતલ-મોણપુર રોડ, દેવીપૂજક વાસમાંથી ૫૦ લીટર, ચીતલ-મોણપુર રોડ, દેવીપૂજકના સ્મશાન પાસે બાવળની કાંટમાંથી ૨૦૦ લીટર તથા અમરેલી-સાવરકુંડલા રોડ, લીલાનગર પાણીના ટાંકા પાસેથી ૩૦૦ લીટર મળી કુલ ૫૫૦ લીટર આથો પકડાયો હતો. પોલીસે ત્રણેય સ્થળેથી મળી ૧૪,૦૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી, સાવરકુંડલા બાયપાસ, લીલાનગર પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. જિલ્લામાંથી ૨૦ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા. રાજુલા, ડુંગર અને અમરેલીમાંથી એક-એક ઈસમ કેફી પીણું પીને વાહન ચલાવતા મળી આવ્યા હતા.







































