શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ (ગુજરાતી, મિશ્ર અને અંગ્રેજી માધ્યમ) તેમજ જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ-૧ અને ૨ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાલમંદિરથી ધોરણ-૧૨ સુધીના ૪૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાને પ્રેરણાસ્ત્રોત અને ગુરુરૂપે સ્વીકારી રાષ્ટ્રસેવા, સમાજના શ્રેષ્ઠ નાગરિક બનવા અને જીવનભર વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ લીધો. ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રતિજ્ઞા સાથે દેશસેવા માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની સૌથી ભાવુક ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે ૩૭૦૦થી વધુ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને આભારપત્ર લખી તેમના ત્યાગ, પ્રેમ અને સંસ્કારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મુખ્ય અતિથિ તરીકે નિત્ય સુંધાનંદજી સરસ્વતી સ્વામી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.