બંસીધર વિદ્યાલય, અમરેલી ખાતે ગુરુપૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલીના જિલ્લા શિક્ષણ અધિકારી મનહરસિંહ ગોહિલ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શિક્ષણનું મહત્વ સમજાવતું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ જેવા કે મકવાણા જય, બુટાણી મહેક, ભટ્ટ આસ્થા, મકવાણા સારંગ, જાદવ મિત્તલ અને મકવાણા દ્રષ્ટિએ ગુરુમહિમા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય પી. કે. વસરાએ ગુરુ-શિષ્ય પરંપરા પર પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષાબેન બોદર પણ હાજર રહ્યા હતા. શિક્ષક બી. એન. મકવાણા, ડી. સી. ગોલ, રાધિકાબેન શેખવા અને શૈલેષભાઈ સોલંકીની મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.