રાજુલા શહેરમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિસ ભર વાતાવરણમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કેસરીનંદન મંદિર, મારુતિ ધામ તેમજ દાદા ભગવાન લુહાર વાડી ખાતે આયોજિત કાર્યક્રમોમાં ગુરુ વંદના, ભક્તિસંગીત અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ રચાયો હતો. “ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ…” ના મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ‘ગુરુ બિન જ્ઞાન ન ઊપજે’ના ભાવ સાથે સમગ્ર રાજુલાની જનતા ગુરુભક્તિ અને જ્ઞાનના રંગે રંગાઈને ભાવવિભોર બની હતી.









































