કર્ણાટક સરકારે રાજ્યની તમામ કાલેજામાં એચઆઇવી તપાસ અને કાઉન્સેલિંગને લઈને મોટું પગલું ભર્યું છે. રાજ્ય એઇડ્સ નિવારણ સોસાયટીના વિશેષ નિર્દેશ બાદ સરકારે નિર્ણય લીધો છે કે હવે સરકારી, સહાયતા પ્રાપ્ત (એડેડ) અને ખાનગી કાલેજામાં નિયમિતપણે એચઆઇવી ટેસ્ટિંગ અને જાગરૂકતા શિબિરો આયોજિત કરવામાં આવશે. આ કેમ્પોનો ઉદ્દેશ્ય યુવાનોમાં સંક્રમણની સમયસર ઓળખ કરવી અને તેમને આવશ્યક પરામર્શ (કાઉન્સેલિંગ) ઉપલબ્ધ કરાવવાનો છે.
નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ,એચઆઇવીથી પ્રભાવિત લોકોની સંખ્યાના મામલે કર્ણાટક દેશમાં ત્રીજા સ્થાને છે. રાજ્યમાં હાલમાં આશરે ૨.૬૦ લાખ લોકો એચઆઇવી સાથે જીવન જીવી રહ્યા છે. આમાંથી લગભગ ૨.૦૫ લાખ દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે, જ્યારે આશરે ૫૪ હજાર લોકોને અત્યાર સુધી એ પણ ખબર નથી કે તેઓ ૐૈંફ થી સંક્રમિત છે. આરોગ્ય વિભાગ માટે આ જ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે.
આંકડાઓથી ખબર પડે છે કે એચઆઇવી સંક્રમણ સૌથી ઝડપથી ૧૮ થી ૩૫ વર્ષની વય જૂથમાં ફેલાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં આ વય જૂથમાં એચઆઇવી સંક્રમિત લોકોની સંખ્યા આશરે ૪૪,૫૦૦ હતી, જે ૨૦૨૫-૨૬ માં વધીને લગભગ ૬૬,૬૦૦ થઈ ગઈ. એટલે કે બે વર્ષની અંદર કેસોમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. તાજા આંકડા મુજબ, ૧૮ થી ૨૫ વર્ષની વયના ૭,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓમાં હાલમાં જ એચઆઇવી સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ આંકડાઓએ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વય જૂથ સુધી જાગરૂકતા, સમયસર તપાસ અને સાચું પરામર્શ પહોંચાડવું સંક્રમણ અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે.
કર્ણાટકની વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પોતાની તમામ સંલગ્ન એન્જીનિયરિંગ કાલેજાને વિદ્યાર્થીઓ માટે ઇન્ટીગ્રેટેડ હેલ્થ કેમ્પ આયોજિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેમ્પોમાં એચઆઇવી સ્ક્રીનિંગ, જાગરૂકતા અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે પૂરી પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની ઓળખ અને રિપોર્ટ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે.
યુનિવર્સિટી તરફથી જાહેર કરાયેલા પરિપત્ર (સર્ક્યુલર) મુજબ આ અભિયાન ‘મોબિલાઇઝેશન ફોર એઇડ્સ સુરક્ષા ‘ કાર્યક્રમનો હિસ્સો છે. તેનો ઉદ્દેશ્ય એચઆઇવીની સાથે-સાથે હેપેટાઇટિસ-બી અને સિફિલિસ જેવી ગંભીર બીમારીઓના સંક્રમણને રોકવા માટે લોકોમાં જાગરૂકતા વધારવાનો છે. આ આરોગ્ય શિબિરોનું આયોજન સંબંધિત જિલ્લાઓના એઇડ્સ નિયંત્રણ અધિકારીઓના સહયોગથી કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને તપાસ સાથે સાચું પરામર્શ પણ મળી શકે.
વીટીયુએ સ્પષ્ટ કર્યું છે કે એચઆઇવી ટેસ્ટ કોઈ પણ વિદ્યાર્થી માટે ફરજિયાત નહીં હોય. આ સંપૂર્ણપણે સ્વૈચ્છીક રહેશે. આ પહેલ કર્ણાટક સ્ટેટ એઇડ્સ પ્રિવેન્શન સોસાયટીની વિનંતી પર શરૂ કરવામાં આવી રહી છે, જેણે યુનિવર્સિટી પાસે એન્જીનિયરિંગ કાલેજામાં હેલ્થ કેમ્પ લગાવવામાં સહયોગ માગ્યો હતો.
આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓને માત્ર એચઆઇવી વિશે માહિતી જ આપવામાં નહીં આવે, પરંતુ જરૂર પડ્યે ગોપનીય કાઉન્સેલિંગ, તપાસ અને શરૂઆતી સ્તર પર ઉપચાર સાથે જોડાયેલી સેવાઓની માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય બીમારી સાથે જોડાયેલા ડર અને સામાજિક કલંકને ઓછું કરવાનો પણ છે. કેએસએપીએસની યોજના મુજબ આ કાર્યક્રમ જુલાઈ ૨૦૨૬ થી આગામી આઠ મહિના સુધી વિવિધ તબક્કાઓમાં ચલાવવામાં આવશે.
યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કાલેજાને કહ્યું છે કે આરોગ્ય શિબિર આયોજિત કર્યા બાદ તેનો વિસ્તૃત રિપોર્ટ ફ્ેં ને મોકલવામાં આવે. તેનાથી અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી શકાશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં મદદ મળશે. શરૂઆતી બે મહિનામાં કાલેજામાં ઓરિએન્ટેશન કાર્યક્રમ અને જાગરૂકતા અભિયાન આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ ૧૨ ઓગસ્ટ (યુવા દિવસ) ના અવસર પર ફ્લેશ મોબ, શેરી નાટક (નુક્કડ નાટક), સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાગરૂકતા પ્રસ્તુતિઓ દ્વારા એચઆઇવીથી બચાવ અને તેનાથી જોડાયેલી ભ્રમણાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.







































