અમરેલીમાં સીનિયર સિટીઝન્સ સોસાયટીના દ્વિદશાબ્દિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ મૌન રેલીનું આયોજન  કરવામાં આવ્યું હતું. તા. આ મહોત્સવની પૂર્વ સંધ્યાએ ૧૭ જુલાઇના રોજ સાંજે ૪/૩૦ થી ૬/૩૦ દરમ્યાન સોસાયટીના ભાઈઓ, બહેનો તથા ઈનરવ્હીલ ક્લબની બહેનો દ્વારા ભવ્ય મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં પર્યાવરણ, વ્યસનમુક્તિ, પ્લાસ્ટિક નાબુદી, સ્વચ્છતા તથા વડિલોનું સન્માન જેવા સમાજ ઉપયોગી પ્લેકાર્ડ સાથે સિનિયર સિટીજન્સ પાર્કથી જીવરાજ મહેતા ચોક, લાઈબ્રેરી ચોક, નાગનાથ ચોક, નાના બસસ્ટેશન, ગાંધીબાગ થઈ પાર્ક ખાતે પરત આવેલ. આ રેલીને સફળ બનાવવા પ્રમુખ કાચાભાઇ, ઉપપ્રમુખ સી.કે. ટાંક, મંત્રી સુરેશભાઈ ત્રિવેદી, સહમંત્રી ભારતીબેન પંડ્‌યા, ખજાનચી કિરણભાઈ નાંઢા, સંગઠન મંત્રી ટોમભાઈ અગ્રાવત, પ્રવાસ મંત્રી ચંપકભાઈ પટેલ, કારોબારી સભ્યો જયપ્રકાશ માખેચા, કે.પી. પંડ્‌યા, બીનાબેન ત્રીવેદી, પૂર્વ મંત્રી કનુભાઈ જોષી, પૂર્વ ખજાનચી જેરામભાઈ પટોળીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.