નવસારીમાં સતત વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. ૩૦%થી વધુ શહેર પાણીમાં ગરકાવ થયુ છે. એક જ અઠવાડિયામાં બીજી વખત પાણી ભરાતા ૧ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે તેમજ ૧૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર થયુ છે.નવસારી જિલ્લા અને શહેરમાં મેઘમહેરના કારણે રસ્તા પર પાણી ભરાયા છે. કાલિયાવાડી, કાછિયાવાડી વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયુ છે. રસ્તા પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જાવા મળ્યા છે.શહેરના કાલિયાવાડી અને કાછિયાવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થતા રોજિંદુ જીવન ખોરવાયું છે. ભારે નુકસાની અને નોકરી ધંધો અટવાતા મોટી હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ છેલ્લા કેટલાક વખતો વખત ઠપ થતા મુશ્કેલીઓ વધી છે.નવસારીમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તા બંધ થયા છે. નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા છે. જળભરાવને કારણે અનેક રસ્તાઓ કરવા પડ્યા બંધ. વેરાવળ જકાતનાકાથી છઁસ્ઝ્ર સુધી પાણી ભરાયા છે.
પાણી ભરાતા વાહનચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે. મૃત્યુ જેવી કપરી સ્થિતિમાં પણ લોકોને સ્મશાન સુધી જવામાં મુશ્કેલી પડી રહી છે. ડાક્ટર હોસ્પિટલ જઇ શકે તેવી સ્થિતિ નહીં, પૂરના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું.નવસારી શહેરમાં ફરી એક વખત પૂરનો ખતરો તોડાઇ રહ્યો છે. કાલીયાવાડી વિસ્તારમાં પાણીના પ્રવાહમાં કાર ફસાઈ છે. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને કારચાલકનો જીવ બચાવ્યો છે.નવસારીમાં ભારે વરસાદથી સ્થાનિકો પરેશાન થયા છે. પુર્ણા નદીના પાણીના કારણે ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ છે. વર્ષોથી તંત્રની કામગીરી કરી રહી છે પણ સમસ્યાનો હલ નહી આવ્યો જેને લઇ લોકો પરેશાન બન્યા છે.







































