કર્ણાટક ક્રિકેટ એસોસિએશનએ એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડ હવે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને કર્ણાટકના ભૂતપૂર્વ કેપ્ટન આર વિનય કુમારને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરે તેવી અપેક્ષા છે. મીડિયા અહેવાલો અનુસાર, ૪૨ વર્ષીય કર્ણાટક ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન આર વિનય કુમારને નવા કોચ તરીકે નિયુક્ત કરવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સુનીલ જાશી, જવાગલ શ્રીનાથ અને વેંકટેશ પ્રસાદ જેવા અનુભવી ખેલાડીઓની બનેલી ક્રિકેટ એડમિનિસ્ટ્રેટિવ કમિટીએ તેમના નામને મંજૂરી આપી દીધી છે. વિનય કુમાર અને બાકીના કોચિંગ સ્ટાફના નામ હવે ૧૩ ઓગસ્ટના રોજ મેનેજિંગ કમિટીની બેઠકમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.મુંબઈ ઇન્ડિયન્સ માટે પ્રતિભા શોધવા ઉપરાંત, વિનય કુમાર આઇએલટી૨૦ લીગમાં સ્ૈં અમીરાત ટીમના બોલિંગ કોચ તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓ એક કુશળ કોમેન્ટેટર પણ છે. વિનય કુમાર કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર કોચ બનવાની અપેક્ષા છે. ૨૦૨૫-૨૬ રણજી ટ્રોફીમાં રનર-અપ રહેનાર કર્ણાટક રાજ્ય ક્રિકેટ ટીમ હાલમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને તકો આપવામાં આવી રહી છે, અને દેવદત્ત પડિકલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
૨૦૧૩ થી ૨૦૧૫ સુધીનો સમયગાળો કર્ણાટક ક્રિકેટ માટે સૌથી ગૌરવશાળી સમય માનવામાં આવે છે, અને વિનય કુમાર આ સફળતાના સૌથી મોટા હીરો હતા. તે સમયે, વિનય કુમાર કેપ્ટન હતા અને જે. અરુણ કુમાર મુખ્ય કોચ હતા. આ જાડીના નેતૃત્વમાં, કર્ણાટક ટીમે એટલું નોંધપાત્ર પ્રદર્શન કર્યું કે તેમણે સતત બે વાર રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને ઈરાની ટ્રોફી, ત્રણેય મુખ્ય સ્થાનિક ટુર્નામેન્ટ જીતીને ઇતિહાસ રચ્યો. વિનય કુમારે ૨૦૨૧ માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.વિનય કુમાર પાસે બહોળો અનુભવ છે. તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. તેણે એક ટેસ્ટ (૧ વિકેટ), ૩૧ વનડે (૩૮ વિકેટ) અને નવ ટી૨૦ (૧૦ વિકેટ) રમી છે. તેણે પોતાની કારકિર્દીમાં કુલ ૪૦ આંતરરાષ્ટÙીય મેચ રમી છે. વિનયે કેપ્ટન તરીકે સાત મુખ્ય સ્થાનિક ટાઇટલ જીત્યા છે. ૧૩૯ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં, તેમણે ૨૨.૪૪ ની પ્રભાવશાળી સરેરાશથી ૫૦૪ વિકેટ લીધી છે, જેમાં રણજી ટ્રોફીમાં ૪૪૨ વિકેટ લેવાનો સૌથી વધુ રેકોર્ડ પણ સામેલ છે. તેઓ આઈપીએલમાં આરસીબી, મુંબઈ ઈÂન્ડયન્સ અને કોચી ટસ્કર્સ કેરળ માટે પણ રમી ચુક્યા છે.