જાફરાબાદના રોહિસા ગામે વડીલોપાર્જિત મકાનના ભાગ મુદ્દે નણંદે ભાભીને ગાળો આપવામાં આવી હતી. બનાવ અંગે લસુબેન નારણભાઈ મકવાણાએ મોતીબેન,જીલુભાઇ સીદીભાઇ મકવાણા તથા પરેશ ચિથરભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મોતીબેન તેમના નણંદ થાય છે અને તેમના સંતાનો નણંદ સાથે રહેતા હતા. જેથી તેઓ તેમના સંતાનોને મળવા જતા અને વડીલોપાર્જિત મકાનના ભાગ બાબતે વાત કરતા આરોપીઓને સારૂ નહોતું લાગ્યું. નણંદે તેમને ગાળો આપી ઢીકાપાટુ વતી મુંઢમાર માર્યો હતો. તેમજ અન્ય બંને આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































