નૂતન કેળવણી મંડળ સંચાલિત કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલાની અંડર-૧૯ બેઝબોલ ટીમે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રનર્સ-અપ સ્થાન મેળવ્યું છે. આ સિધ્ધિના આધારે શાળાના ૫ ખેલાડીઓ મકવાણા દેવાંગ, ગોહિલ અર્જુન, જાદવ વિવેક, પરમાર સ્મીત અને ચોંટાલિયા આયુષ હવે રાજ્યકક્ષાની બેઝબોલ સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.






































