બાબરામાં ફોન ખરીદીના બાકી પૈસાની ઉઘરાણીમાં મહિલાને ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે વર્ષાબેન ધવલભાઈ દેત્રોજા (ઉ.વ.૩૪)એ અજાણ્યા મોબાઈલ ધારક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે પોતાનો મોબાઈલ ફોન ખરીદ્યો હતો અને અમુક પૈસા ભરવાના બાકી હતી. જે પૈસાની ઉઘરાણી માટે અજાણ્યા મોબાઈલ ધારકે ફોન કરીને તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરી ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી એ ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.






































