લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા ગુરુવારના રોજ જુની બારપટોળી સરકારી પ્રાથમિક શાળા ખાતે “જ્ઞાન પરબ લાયબ્રેરી”નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે, તેમના જ્ઞાનનો વ્યાપ વધે અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત થાય તેવા શુભ આશયથી આ સેવા કાર્ય સંપન્ન થયું હતું.આ કાર્યક્રમ બાદ લાયન્સ ક્લબના પ્રમુખ કૌશિક હપાણી, જતીન સુખડિયા, સેક્રેટરી રાજેશ ઝાલાવાડીયા, રાજેશ વિઠલાણી અને જતીન કોટડીયા સહિતના સભ્યોએ પીપાવાવ પોર્ટની મુલાકાત લીધી હતી. તેમણે પોર્ટની આધુનિક કામગીરી અને સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. સમાજસેવા અને શિક્ષણના કાર્યોમાં અગ્રેસર રહી ક્લબ “વી સર્વ”ના ધ્યેયને સાર્થક કરી રહી છે. આ તકે સેવા કાર્યમાં સહભાગી બનનાર તમામ લાયન મિત્રો, શાળા પરિવાર અને સહયોગીઓનો આભાર માનવામાં આવ્યો હતો.