અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ નગરની દુર્ગા વાહિની દ્વારા જયા પાર્વતી જાગરણ નિમિત્તે ભવ્ય રાસ-ગરબા અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ભાવ “આપણી બહેન-દીકરીઓ, આપણે આંગણે” રહ્યો હતો. આ પ્રસંગે માતૃશક્તિના સન્માન, સુરક્ષા અને ભારતીય
સાંસ્કૃતિક સંસ્કારોના જતનનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં બહેનો અને નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બહેનોએ મણિયારો, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા, શૌર્ય રાસ, શક્તિ પ્રદર્શન, વેશભૂષા સ્પર્ધા અને તાળી રાસ જેવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ વિજયભાઈ દેસાઈ, જિલ્લા મંત્રી ઇતેશભાઈ મહેતા, વિધા સભા ડાયરેક્ટર ચતુરભાઈ ખૂંટ, વસંતભાઈ પેથાણી તેમજ સુરતથી પધારેલ હસ્તીબેન લાખાણી, આયુષીબેન મહેતા, ભાવનાબેન ભટ્ટ, તુલસીબેન લેઉવા અને અક્ષતાબેન કાલેએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર મંત્રી પંકજભાઈ કાનાણી, દુર્ગા વાહિની સંયોજિકા ગોપીબેન ચાવડા, સહ-સંયોજિકા હિરલબા વાળા તથા વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગરની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર વિભાગ માતૃશક્તિ સંયોજિકા રમીલાબેન પટોળીયા, વિભાગ પ્રચાર પ્રમુખ રશ્મિનભાઈ ત્રિવેદી, જિલ્લા નિધિ પ્રકોપ પ્રમુખ મનુભાઈ અસલાલીયા, જિલ્લા બજરંગ દળ સહ-સંયોજક કરણભાઈ વાજા, ભાર્ગવભાઈ માવાણી, માધવભાઈ ભટ્ટ, કૃણાલભાઈ જોષી, આર્યનભાઈ ભુવા, આર્યનભાઈ માધવ, ભવ્યભાઈ સવાણી, દર્શનભાઈ ઠુંમર, કૃણાલભાઈ ભુવા, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી પૂર્વ નગર મંત્રી સંજયભાઈ પંડ્‌યા, વિદુરભાઈ ડાબસરા, વિશાલભાઈ ઠાકર,કેતનભાઈ મહેતા, આરતીબેન અટારા, છાયાબેન ગેડીયા, નિકુબેન પંડ્‌યા, પ્રવિણાબેન રાઠોડ તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે રવિભાઈ પંડ્‌યા, ભોજરાજભાઈ વાળા, પ્રશાંતભાઈ ચુડાસમા, લાલજીભાઈ ચાવડા, નીરજભાઈ ખૂબચંદાણી, કુલદીપભાઈ વાળા, પ્રશાંતભાઈ પરમાર, આશિષભાઈ જોષી (ગોર), યુવરાજભાઈ રાજગોર, હીરવાબેન મકવાણા તથા પાયલબેન રાજ્યગુરુએ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ માટે આકર્ષક ઇનામમાં નીલકંઠ જ્વેલર્સ, બાલમુકુન્દ જ્વેલર્સ, શ્રી જ્વેલર્સ, મધુવન જ્વેલર્સ, વ્રજ જ્વેલર્સ, શીતલ આઈસ્ક્રીમ, રામ એન્ટરપ્રાઇઝ, સૂર્યા ઢોસા, ધ ગ્રાન્ડ સૂર્યા, Z Max Enterprise, Aero Dyne Cafe & Roastery, Melilla Raw Honey તથા અક્ષર મોબાઇલ સહિતના સહયોગીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લાના કોષાધ્યક્ષ ડો. પંકજભાઈ ત્રિવેદીએ કર્યું હતું.