લીલીયા તાલુકાના ભેંસવડી ગામે ધાર્મિક માહોલમાં રૂપલ આઈના વરદ હસ્તે ગામનું તોરણ બાંધી ધારાવાડી કરવામાં આવી હતી. આ સાથે ધાર્મિક વિધિ અનુસાર યજ્ઞની
પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર આયોજન ભેંસવડી ગામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ધાર્મિક આયોજનને સફળ બનાવવા હિરેન બુટાણી, મહેશ બુટાણી, સુધીર દુધાત અને નિકુંજ બુટાણી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. ધાર્મિક કાર્યક્રમોમાં ગ્રામજનો અને ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ગામમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.