દામનગર શહેરમાં રાત્રિના સમયે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે છે, જે માટે દર વર્ષે ઈજારો આપવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ધોળે દિવસે પણ આ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે.સૂર્યપ્રકાશ હોવા છતાં વીજળીનો આ પ્રકારે થઈ રહેલો બગાડ ગંભીર બેદરકારી દર્શાવે છે. જાહેર સંપત્તિ અને વીજળીની બચત થાય તે માટે પાલિકા તંત્ર તથા કોન્ટ્રાક્ટર દ્વારા દિવસે લાઈટો ત્વરિત બંધ કરવામાં આવે અને યોગ્ય સુપરવિઝન રાખવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.