બગસરાના ખારી ગામે રહેતા એક પરપ્રાંતીય યુવકને પસંદ હોય તેવી છોકરીએ એક મહિના પહેલા બીજે લગ્ન કરી લેતા યુવકે જંતુનાશક દવા પીધી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.
આ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના અકીલા પીપરાની ફળીયુંના અને હાલ બગસરાના ખારી ગામે રહેતા મધનભાઈ દલસિંગભાઈ ભીંડે (ઉ.વ. ૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર લાલુભાઈ મધનભાઈ ભીંડે (ઉ.વ. ૨૫)ને તેમના ગામની એક છોકરી પસંદ હતી. આ છોકરીએ એક મહિના પહેલા બીજે લગ્ન કરી લેતાં તે હતાશ થઈ ગયો હતો અને કોઈ જંતુનાશક દવા પી જતાં તેનું મૃત્યુ થયું હતું.યુવકના આ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.ડી. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.





































