સાવરકુંડલામાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના સાથે સરદાર સર્કલના નિર્માણને લઈને ખોડલધામ સમિતિ સાવરકુંડલા દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના શૈક્ષણિક સંસ્થાઓથી ઘેરાયેલા વિસ્તારમાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. વિદ્યાર્થીઓમાં એકતા, સંગઠન અને દેશપ્રેમની ભાવના વિકસે તેવા આશયથી સરદાર સર્કલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યને પ્રોત્સાહન આપવા સમિતિના સરદાર શ્રદ્ધાળુઓએ સરદાર પટેલનું મોમેન્ટો અર્પણ કરી સન્માન વ્યક્ત કર્યું હતું. કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના ટ્રસ્ટી દેવચંદભાઈ કપોપરા, મનીષભાઈ માંગરોળીયા તેમજ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









































