અમરેલી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ખાતે નારી વંદન સપ્તાહ અંતર્ગત તાલીમાર્થી બહેનો માટે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા વૈશાલીબેન માંગરોળિયાએ કરી હતી. સેમિનારમાં એડવોકેટ શોભીનીબેન વોરાએ ઘરેલું હિંસા પ્રતિરક્ષણ કાયદાની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે અનાથ દીકરીઓને શૈક્ષણિક અને હાઈજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત દીકરી વધામણા કિટ તેમજ વાલી દીકરી યોજના હેઠળ મંજૂરી હુકમો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. અંતે જાનાબેન ગલસરે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં RSETIના અધિકારીઓ, ફેકલ્ટી, મહાનુભાવો અને તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.









































