ધારીના દલખાણીયા ગામે સહિયારા ઘરેણા મુદ્દે પરિવારજનોમાં બબાલ થઈ હતી. આ અંગે મીનાબેન લાલજીભાઇ વાડદોરીયા (ઉ.વ.૩૨)એ સુરેશભાઇ વાડદોરીયા, રાજુભાઇ વાડદોરીયા તથા રાહુલભાઇ વાડદોરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના પતિ લાલજીભાઇ તથા આરોપી સુરેશભાઈ અને રાજુભાઈ ભાઇઓ થતા હતા. તેઓના સહિયારા ઘરેણા તેમના પતિએ આરોપીઓ પાસેથી માંગતા આરોપીઓને સારું નહોતું લાગ્યું. આરોપીઓએ તેમના પતિને માથાના ભાગે કુહાડીનો એક ઘા તથા વાસાના ભાગે લાકડી વડે મૂઢ માર માર્યો હતો, તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ.વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.