સાવરકુંડલામાં રઘુવંશી સમાજ દ્વારા નાગપાંચમનો તહેવાર ખુબજ ભક્તિ અને આસ્થા સાથે ઉજવવામાં આવ્યું. સમાજના તમામ લોકો ભેગા થઈ નાગદેવતાનું પૂજન અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મહિલાઓ આગલા દિવસે જ કઠોળ પલાળી રાખ્યા હતા અને સવારે વહેલા નાહીને વિધિવત રીતે નાગદેવતાને દૂધ, નાળિયેર તથા પલાળેલા કાચા અનાજનો ભોગ ધરાવ્યા હતા. આ પવિત્ર દિવસે એકટાણું કરીને ગઈકાલે રાંધેલું શાક, બાજરાનો રોટલો અને સાંજે ફરાળ ગ્રહણ કરવાની પ્રાચીન પરંપરા જાળવી રાખવામાં આવી હતી.






































