સા.કુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના એનએસએસ વિભાગ તરફથી એક દિવસીય વન-ડે કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યુ હતુ. આ સમગ્ર આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડી એલ ચાવડા સાહેબના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયા, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા તથા સંજયભાઈ મહેતાએ ખાસ હાજરી આપી હતી અને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કેમ્પમાં સમૂહ સફાઈ,વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. કોલેજની તમામ વિદ્યાર્થીનીઓએ ભારે ઉત્સાહથી કેમ્પસમાં સફાઈ કરી હતી .