ભારત-ચીન સરહદી બાબતો પર પરામર્શ અને સંકલન માટે સ્થાપિત કાર્યકારી તંત્ર પરામર્શ અને સંકલનની ૩૬મી બેઠક ૬ ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં, બંને દેશોના પ્રતિનિધિઓએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર વર્તમાન પરિÂસ્થતિની વ્યાપક સમીક્ષા કરી અને સંમતિ આપી કે દ્વિપક્ષીય સંબંધોના સંતુલિત અને સકારાત્મક વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને Âસ્થરતા જાળવવી જરૂરી છે.બેઠક દરમિયાન, ભારત અને ચીન બાકી રહેલા સરહદી મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે સંવાદ પ્રક્રિયા ચાલુ રાખવા સંમત થયા. બંને પક્ષો કોઈપણ ગેરસમજ અથવા ખોટી ગણતરીઓ ટાળવા માટે હાલના રાજદ્વારી અને લશ્કરી સંદેશાવ્યવહાર પદ્ધતિઓનો અસરકારક રીતે ઉપયોગ કરવા પણ સંમત થયા. આમાં ડબ્લ્યુએમસીસી, સ્થાનિક કમાન્ડર-સ્તરની બેઠકો અને અન્ય સંમત પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
૨૪મી ખાસ પ્રતિનિધિ વાટાઘાટોના નિષ્કર્ષ મુજબ, બંને દેશોએ સરહદ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, સંસ્થાકીય મિકેનિઝમને મજબૂત બનાવવા અને સરહદ પાર સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. બેઠકમાં આ મુદ્દાઓ પર નિયમિત વાતચીત જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો.ભારતીય પક્ષે સરહદ પાર નદીઓ પર નિષ્ણાત-સ્તરીય મિકેનિઝમની આગામી બેઠક વહેલી તકે બોલાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. ભારતે બંને દેશો વચ્ચે પારદર્શિતા જાળવવા અને વિશ્વાસ મજબૂત કરવા માટે ચાલી રહેલા અપસ્ટ્રીમ પ્રોજેક્ટ્સ સંબંધિત તકનીકી માહિતી સમયસર શેર કરવાના મહત્વ પર પણ ભાર મુક્યો.ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં પૂર્વ એશિયા બાબતોના સંયુક્ત સચિવ સુજીત ઘોષે કર્યું, જ્યારે ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સીમા અને સમુદ્રી બાબતોના વિભાગના મહાનિર્દેશક હૌ યાન્કીએ કર્યું.








































